પૃથ્વીની
સપાટી પર ઘણા પર્વતો આવેલા છે. આ પર્વતો જુદા જુદા પ્રકારના હોય છે.
કેટલાક બર્ફીલા તો કેટલાક માત્ર ખડકોના બનેલા. પરંતુ કેટલાક પ્રદેશોમાં
લાવરસ ઓકતા ભયંકર જ્વાળામુખી પર્વતો આવેલો છે.
પૃથ્વી પર જ્વાળામુખીની રચના લાખો વર્ષ પહેલાં થઈ હોય છે. પૃથ્વી પરના
નાનકડા છિદ્રમાંથી ધગધગતો લાવારસ બહાર આવીને નાનકડી ટેકરી બનાવે. સમયાંતરે
વારંવાર થતી આ પ્રક્રિયામાંથી ટેકરી વધીને મોટો પહાડ બને છે. પરંતુ તેની
મધ્યમાંનું છિદ્ર ખુલ્લું જ રહે છે. પૃથ્વીના પેટાળમાં પ્રચંડ ગરમીથી
પીગળેલી ધાતુઓ અને ખડકોનું ઘટ્ટ પ્રવાહી આ છિદ્રમાંથી ધસમસતું બહાર આવીને
જ્વાળામુખીની ટોચેથી વાતાવરણમાં ફેંકાય છે. જ્વાળામુખી પર્વતમાંથી કાયમ
લાવારસ નીકળતો નથી. પરંતુ ધૂમાડા નીકળવાનું ચાલુ જ રહે છે. સક્રિય થાય
ત્યારે તેની ટોેચેથી લાવારસ ઉપરાંત અગ્નજવાળાઓ અને રાખના રજકણો હવામાં
ફેલાય છે. આસપાસના વિસ્તારોમાં ભૂકંપ સર્જાય છે.
જ્વાળામુખીની ટોચેથી નીકળતો લાવારસ પર્વતના ઢોળાવ પર ફેલાઈને ધીમે ધીમે ઠરીને પોપડા બનાવે છે. આ પોપડાને અગ્નિકૃત ખડકો કહે છે.
જ્વાળામુખીના આકાર પ્રકારે ઘણા પ્રકારો હોય છે. કેટલાક એકદમ સાંકડી
ટોચવાળા પિરમિડ જેવા તો કેટલાક બેઠા ઘાટની ટોચ ઉપર વિશાળ ખાડાવાળા હોય છે.
વિશ્વમા ઘણા જ્વાળામુખીઓ છે. કેટલાક કાયમી શાંત થઈ ગયેલા છે. તો કેટલાક
સક્રિય છે. કેટલાક જ્વાળામુખી સમયાંતરે સક્રિય થાય છે. તો કેટલાક સતત
સક્રિય રહે છે.
અમેરિકાનો સેન્ટ હેલેન્સ જ્વાળામુખી ૨૫૪૯ મીટર ઊંચો છે. તે ૨૦૦૫માં
સક્રિય થયેલો ઈટાલીનો માઉન્ટ બેટના ૩૩૫૦ મીટર ઊંચો છે. તે સતત સક્રિય રહી
રાત્રે આકાશમાં અજાયબ આતશબાજી સર્જે છે. જાપાનનો ફિજી જ્વાળામુખી
વિશ્વભરમાં જાણીતો છે.
ધગતધગતો લાવારસ ફેંકતા જવાળામુખી:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો