
* ઓક્સિજન પૃથ્વી ઉપરનું બીજા નંબરનું સૌથી વધુ મળી આવતું તત્ત્વ છે. પૃથ્વીની સપાટીની રચનામાં ૪૬ ટકા અને હવામાં તેનું પ્રમાણ ૨૧ ટકા હોય છે.
* ઓક્સિજન ખૂબજ સક્રિય વાયુ છે અને પાણીમાં ઓગળી જાય છે. એટલે પૃથ્વી પર ઘણા રાસાયણિક દ્રવ્યો અને પ્રવાહીઓમાં તે હોય છે.
* હવામાં રહેલા ઓક્સિજનના રેણુ (મોલેક્યુલ)માં બે અણુ હોય છે. ત્રણ અણુવાળો ઓક્સિજન ઓઝોન કહેવાય છે.
* ઓક્સિજનને માઈનસ ૧૮૨ અંશ સેન્ટીગ્રેડે ઠંડું કરતાં ભૂરા રંગનું પ્રવાહી મળે છે.
* ઓક્સિજન વાયુની શોધ ઈ.સ. ૧૭૭૦માં જોસેફ પ્રિસ્ટલીએ કરેલી.
* ઓક્સિજન દહન ક્રિયામાં પણ ઉપયોગી થાય છે.
* વાતાવરણમાં રહેલો ઓક્સિજન ખુલ્લામાં પડેલી લોખંડ જેવી ધાતુની ચીજો સાથે પ્રક્રિયા કરી કાટ પેદા કરે છે તેને ઓક્સિડેશન કહે છે.