સૂર્યની
ફરતે પ્રદક્ષિણા કરતાં ૮ ગ્રહો જાણીતા છે પરંતુ તે સિવાય સૂર્યની આસપાસ
પ્રદક્ષિણા કરતો નાના મોટા ખડકોનો સમૂહ છે. ઈ.સ. ૧૮૦૧માં તેની આકસ્મિક જ
શોધ થયેલી ત્યારબાદ આ ખડકોનો વધુ અભ્યાસ થયો. આ ખડકોને લઘુગ્રહ કહે છે. તે
પણ સૂર્યની આસપાસ નિયમિત પ્રદક્ષિણા કરે છે.
લઘુગ્રહો કદમાં નાના અને અનિયમિત આકારના હોય છે. મંગળ અને ગુરુ વચ્ચે
૫૫ કરોડ કિલોમીટર પહોળા પટ્ટામાં રહીને તે બધા ઘૂમ્યા કરે છે. ક્યારેક
એકબીજા સાથે અથડાય પણ છે. ગુરુ અને મંગળમાંથી તેમજ સૂર્યમાંથી છુટા પડેલા
ગ્રહ બની નહીં શકેલા આવા કરોડો લઘુગ્રહો આ પટ્ટામાં છે. આ પટ્ટાને
એસ્ટીરોઈડ બેલ્ટ કહે છે.
એસ્ટીરોઈડ બેલ્ટની બહાર પણ કેટલાક સ્વતંત્ર લઘુગ્રહો જોવા મળે છે. તેને
ટ્રોજન કહે છે. તેની ભ્રમણ કક્ષા અનિયમિત હોય છે. સૌથી મોટો લઘુગ્રહ સોરસ
૧૦૦૦ કિલોમીટર વ્યાસનો છે.
આકાશમાં ફરતાં લઘુગ્રહોની દુનિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો