પૂર્ણ સન્ખ્યાઓ: 0,1,2,3,4.........., પ્રાક્રુતિક સન્ખ્યાઓ : 1,2,3,4……, પૂર્ણાક સન્ખ્યાઓ:.. .....-2,-1,0,1,2,3,4.........., એકી સન્ખ્યાઓ:1,3,5,7,9.........., બેકી સન્ખ્યાઓ:2,4,6,8.........., અવિભાજ્ય સન્ખ્યાઓ:2,3,5,7,11,13......., વિભાજ્ય સન્ખ્યાઓ:4,6,8,9,10,12,14......., પૂર્ણવર્ગ સન્ખ્યાઓ:1,4,9,16,25,36............, પૂર્ણઘન સન્ખ્યાઓ:1,8,27,64,125............, ચોરસની પરિમિતિ = 4 х લમ્બાઇ, લમ્બચોરસની પરિમિતિ =2(લમ્બાઇ +પહોળાઇ), નળાકારની વક્રસપાટીનુ ક્ષેત્રફ઼ળ=2Πrh

શનિવાર, 10 મે, 2014

જીવસૃષ્ટિનો આધાર ઓક્સિજન


* માણસ તેમજ પ્રાણી-પક્ષીઓ અને વનસ્પતિ સહિતની તમામ જીવસૃષ્ટિ વાતાવરણમાં રહેલો ઓક્સિજનવાયુ શ્વસન દ્વારા કે અન્ય રીતે મેળવીને જીવે છે તેને પ્રાણવાયુ પણ કહે છે.
* ઓક્સિજન પૃથ્વી ઉપરનું બીજા નંબરનું સૌથી વધુ મળી આવતું તત્ત્વ છે. પૃથ્વીની સપાટીની રચનામાં ૪૬ ટકા અને હવામાં તેનું પ્રમાણ ૨૧ ટકા હોય છે.
* ઓક્સિજન ખૂબજ સક્રિય વાયુ છે અને પાણીમાં ઓગળી જાય છે. એટલે પૃથ્વી પર ઘણા રાસાયણિક દ્રવ્યો અને પ્રવાહીઓમાં તે હોય છે.
* હવામાં રહેલા ઓક્સિજનના રેણુ (મોલેક્યુલ)માં બે અણુ હોય છે. ત્રણ અણુવાળો ઓક્સિજન ઓઝોન કહેવાય છે.
* ઓક્સિજનને માઈનસ ૧૮૨ અંશ સેન્ટીગ્રેડે ઠંડું કરતાં ભૂરા રંગનું પ્રવાહી મળે છે.
* ઓક્સિજન વાયુની શોધ ઈ.સ. ૧૭૭૦માં જોસેફ પ્રિસ્ટલીએ કરેલી.
* ઓક્સિજન દહન ક્રિયામાં પણ ઉપયોગી થાય છે.
* વાતાવરણમાં રહેલો ઓક્સિજન ખુલ્લામાં પડેલી લોખંડ જેવી ધાતુની ચીજો સાથે પ્રક્રિયા કરી કાટ પેદા કરે છે તેને ઓક્સિડેશન કહે છે.